Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો વધારો : નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 23 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 :કુલ 8.15.446 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજ્યમાં આજે વધુ 2.65.560 વ્યક્તિઓને રસીના ડોઝ અપાયા

અમદાવાદ અને સુરતમાં 4-4 કેસ, જામનગર, રાજકોટ અને વડોદરામાં 2-2 કેસ, કચ્છમાં 1 કેસ નોંધાયો : હાલમાં 150 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 23 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 23 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.446 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજ્યમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ  2.65.560 વ્યક્તિઓને રસીનાં ડોઝ અપાયાએ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.35.85.394 રસીના ડોઝ અપાયા છે

  રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે, જેમાંથી 6  લોકો વેન્ટિલેટર પર અને 143 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.446  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 22 કેસમાં અમદાવાદ અને સુરતમાં 5-5 કેસ, વડોદરામાં 3 કેસ,ભાવનગર અને વલસાડમાં 2-2 કેસ,અમરેલી, ગીર સોમનાથ,જામનગર,પોરબંદર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(8:19 pm IST)