Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કોરોના ઈફેક્ટ : વડનગરમાં તાનારીરી મહોત્સવ બે દિવસ નહીં પણ 24મીએ એક દિવસનો યોજાશે

શાસ્ત્રીય મહોત્સવમાં વિવિધ કલાકારો અને કલા સંસ્થાઓ હાજર રહેશે:નાગર બ્રાહ્મણો વિશેષ હાજરી આપશે: તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પણ યોજાશે.

મહેસાણામાં વડનગર ખાતે દર વર્ષે યોજાતો તાનારીરી- મહોત્સવ પણ કોરોનાને કારણે બે દિવસને બદલે એક દિવસ યોજાશે સામાન્ય રીતે દર વર્ષે યોજાતો તાનારીરી મહોત્સ બે દિવસનો હોય છે. પણ કોરોનાના લીધે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું અઘરું હોય છે, કોરોનાના પગલે હવે તાનારીરી મહોત્સવનું આયોજન પણ બે દિવસના બદલે એક દિવસનું રાખવામાં આવ્યું છે. આમ તાનારીરી મહોત્સવ પણ કોરોનાની અસરથી મુક્ત રહી શક્યો નથી.

જો કે સોશિયલ મીડિયાના માધ્યમ અને કેબલ નેટવર્ક પરથી લોકો પોતાના ઘરેથી તે જોઈ શકે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તાનારીરી મહોત્સવ 2020માં રાષ્ટ્રીય સ્તરના કલાકારો ઉપસ્થિત રહી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજશે.

આમ 24મી નવેમ્બરે યોજાનારા આ મહોત્સવમાં શાસ્ત્રીય મહોત્સવમાં વિવિધ કલાકારો અને કલા સંસ્થાઓ પણ હાજર રહેશે. આ સિવાય આ દિવસે નાગર બ્રાહ્મણો વિશેષ હાજરી આપશે. તેની સાથે 24 નવેમ્બરના રોજ તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પણ યોજાશે. આ દિવસે સંગીત કોલેજની શરૂઆત પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવશે.

(10:29 pm IST)