Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

વડોદરા BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો : ગોવર્ધન પૂજા યોજાઈ

હરિ ભક્તો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન

વડોદરા: BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક પરંપરા અનુસાર આ ઉત્સવ દર વર્ષે મનાવવામાં આવતો હોય છે. જેનો શાસ્ત્રોક્ત હેતું એ છે કે દર વર્ષે નવી ફસલ તૈયાર થાય તે પહેલા ભગવાનને ધરાવતી હોય છે. આ એક વૈષ્ણવી રીત છે અને ત્યાર પછી જ ઘરે અન્ન લઈ જવાઈ છે.જે એક પ્રણાલિકા છે. વર્ષોથી ચાલતી પ્રણાલિકા પ્રમાણે ગોવર્ધન પૂજા કરવામાં આવી છે.

અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવ સાથે ગોવર્ધન પૂજાનો પણ એક પ્રણાલિકા પ્રમાણે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હાલ કોરોના મહામારીના કારણે સમાજમાં ઘણી દુખદ ઘટનાઓ બની ગઈ છે. ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એ લાગણીને ધ્યાનમાં રાખી મહંત સ્વામીની આજ્ઞાથી આ વર્ષે BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવ ખૂબ સામાન્ય સ્તરે અને મર્યાદિત સ્તરે મનાવવામાં આવ્યો હતો

દર વર્ષે અન્નકૂટ મહોત્સવ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાં મહામારીને પગલે હરિ ભક્તો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવામાં આવ્યું છે. સ્વયંસેવકો દ્વારા પણ આ સેવા કરવામાં આવી રહી છે અને આવનાર દરેક હરિભક્તો માટે સેનેટાઈઝ સહિતની તમામ વ્યવસ્થા કરી મંદિરમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે.

(11:34 pm IST)