Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની મહામારી થી સમગ્ર માનવ જાત મુક્ત થાય અને સૌ ની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

વિક્રમ સંવત ૨૦૭૭ ના નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન થી કર્યો : શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ જોડાયા

ગાંધીનગર::::મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વિક્રમ સંવત ૨૦૭૭ ના નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન થી કર્યો હતો.

શ્રીમતી અંજલિબહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રી રામ,લક્ષ્મીનારાયણ,અંબાજી સહિત ના દેવોના પૂજન અર્ચન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  સૌ નાગરિક ભાઈ બહેનો ને દિપાવલી અને નૂતન વર્ષ ની શુભકામના પાઠવતા કહ્યું કે આ નવા વર્ષ માં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિ વધુ ઉન્નત બને .રાજ્ય ની વિકાસ યાત્રા પણ આગળ  ને  આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની મહામારી થી સમગ્ર માનવ જાત મુક્ત થાય અને સૌ ની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના  મુખ્યમંત્રીશ્રી એ કરી હતી.

    શ્રી વિજય ભાઈ રૂપાણી એ સૌ નાગરિકો ને અનુરોધ પણ કર્યો કે  આ પર્વો તહેવારો ની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિત ના સતર્કતા ના પગલાં  થી કરે.ભીડભાડ ના કરે તેમજ તેનાથી દૂર રહે.

       તેમણે કહ્યું કે  રાજ્ય નું આરોગ્ય તંત્ર  તહેવારો ના આ દિવસોમાં પૂર્ણ સજજ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે.

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એ રાજ્ય ના નાગરિકો ને રાજ્ય સરકાર ના અત્યાર સુધીના પરિણામ કારી પ્રયાસોમાં જનતા જનાર્દને જે સહકાર આપ્યો છે  તેજ સહકાર આપે અને કોરોના ની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી અપિલ પણ નૂતન વર્ષ પ્રારંભ દિને કરી હતી.

ગાંધીનગર ના મેયર શ્રીમતી રીટાબહેન પટેલ સહિત અગ્રણીઓ સંગઠન પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં  દર્શનાર્થીઓ ને પણ સાલમુબારક   પાઠવી અભિવાદન ઝીલ્યું હતું.

(9:21 am IST)