Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

મુખ્યમંત્રી રૂપાણીએ નૂતનવર્ષે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈ ને સાલ મુબારક પાઠવ્યા : પરસ્પર શુભકામના આપી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નૂતન વર્ષ 2077 ના પ્રારંભે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજભવન  ખાતે શુભેચ્છા મુલાકાત કરીને તેમને સાલમુબારક પાઠવ્યા હતા અને પરસ્પર  શુભકામનાઓ આપી હતી.

 

રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી અને મુખ્ય મંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિ બહેન રૂપાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું.

(6:41 pm IST)