Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં :કાલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ચેપ લાગ્યો : હોમ ક્વોરેન્ટાઇન

અમદાવાદ : રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાથી સંક્રમિત થતા હાલમાં બળદેવજી ઠાકોર હોમ કોરેન્ટાઈન થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 1070 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 200, સુરતમાં 144, વડોદરામાં 104, રાજકોટમાં 87, જામનગરમાં 18 અને ગાંધીનગરમાં નવા 21 પોઝિટીવ કેસ નોંધાયા છે.

(11:09 am IST)