Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

નવા વર્ષમાં તિથીનો ક્ષય હોવાથી ગુરૂવારે પેઢીઓ ખોલવાનું શ્રેષ્ઠ મુહુર્ત

અમદાવાદ તા.૧૬ : વિક્રમ સંવત ર૦૭૭ માં પરિધાવી નામ સંવત્સર કારતક સુદ ઍકમ અને બીજ ઍક સાથે ઍટલે કે તિથી ક્ષય હોવાના કારણે આ વર્ષે આજે તા.૧૬ને સોમવારે પેઢીઓ ખોલવાનું મુર્હુત નથી જેથી કારતક સુદ પાંચમ તા.૧૯ને ગુરૂવારે લાભપાંચમ, જ્ઞાનપંચમી અને રવિયોગ ઉત્તમ છે.

સવારે ૬.પ૭ થી ૮-૧૯ સુધી શુભ ચોધડીયુ અને ગુરૂના ‘‘હોરા’’ શ્રેષ્ઠ છે. સવારે ૧૧.૦૩ થી બપોરે ૧.૪૭ વાગ્યા સુધી વિજય અભિજીત મુર્હુત છે. જેથી તા.૧૯ ને ગુરૂવારે દિવાળી બાદ પેઢીઓ ખોલવા શ્રેષ્ઠ રહેશે.

કાંટા પૂજન, તિજારી, ધનભંડારનું પૂજન કરી શકાશે. જે નવા વર્ષનું સર્વશ્રેષ્ઠ મુર્હુત છે.

આ ઉપરાંત તા.ર૩ નવેમ્બરે અક્ષય નોમનો દિવસ છે. આ દિવસે સવારે ૬.પ૯ થી ૮.રર અને ૯.૪૩ થી ૧૧.૦પ સુધી તેમજ રપ નવેમ્બરે રવિયોગ સવારે ૭.૦ થી ૯.૪૩ સુધી લાભ-અમૃત ચોઘડીયા ઉતમ છે. બુધ-ચંદ્રની હોરા વ્યાપાર વૃદ્ધિકર્તા હશે. સવારે ૧૧.૦પ થી બપોરના ૧ર.૦૬ સુધી શુભ ચોઘડિયા અને ગુરૂના હોરા શ્રેષ્ઠ છે.

(12:03 pm IST)