Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

વડોદરા નજીક રતનપુરા આસપાસના વિસ્તારમાં આદિવાસી જેવા લાગતા લૂંટારુઓ હથિયાર સહીત પથ્થરો ભરેલ થેલા લઈને સોસાયટીમાં આવતા લોકોમાં ભયનો માહોલ

વડોદરા: શહેરમાં દિવાળીના ઉત્સવો અને ઠંડી શરૃ થતાની સાથે વડોદરાની આસપાસ ચોરો તેમજ લૂંટારૃઓનો ત્રાસ વધી રહ્યો છે. શહેરની નજીક નવા વિકાસ પામતા વિસ્તારોમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે ૧૦થી ૧૨ જેટલા લૂંટારૃઓ હથિયારો સાથે આવતા હોય છે જેના કારણે રહીશોમાં ગભરાટ ફેલાયો છે.

અંગેની વિગત એવી છે કે સપ્તાહના પ્રારંભમાં વડોદરા નજીક શંકરપુરારતનપુર સહિતના વિસ્તારો જ્યાં મોટાપાયે નવા બાંધકામો થઇ રહ્યા છે તેમજ તૈયાર થઇ ગયેલી નવી સાઇટો પર અનેક લોકો રહેવા માટે પણ આવી ગયા છે તેવા સ્થળોએ આદિવાસી જેવા લાગતા લૂંટારૃઓ હથિયારો તેમજ કોથળીઓમાં મોટા પથ્થરો સાથે આવતા હોય છે. અત્યાર સુધી લૂંટારૃઓ સામાન્ય વસ્તુઓની ઉઠાંતરીમાં સફળ રહ્યા છે જેના પગલે કોઇ વ્યક્તિ ફરિયાદ નોંધાવતી નથી પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે ટોળકી વધુ આક્રમક બને તેમ પણ મનાય છે.

(4:56 pm IST)