Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગાંધીનગર નજીક ભાટ વિસ્તારમાં તસ્કરો સક્રિય:હોટલમાં જમવા આવેલ વેપારીની કારનો કાચ તોડી 3.40 લાખની બેગની ચોરી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારમાં દિવાળી પર્વ દરમિયાન ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે શહેર નજીક આવેલા ભાટ સર્કલ પાસે પત્ની સાથે હોટલમાં જમવા આવેલા અમદાવાદના વેપારીની કારનો કાચ તોડીને તેમાંથી .૪૦ લાખ રૂપિયાની ચોરીની ઘટના બની છે. સંદર્ભે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની સાથે ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે કારના કાચ તોડી કિંમતી મુદ્દામાલની ચોરી કરી જતી ટોળકી પણ મેદાને પડી છે ત્યારે અમદાવાદના નિકોલમાં રહેતા વેપારી એવા ધવલ જયંતિભાઈ પટેલ તેમના પરિવાર સાથે કાર લઈને ભાટ સર્કલ પાસે આવેલી રાધે ફોર્ચ્યુન કોમ્પ્લેક્ષની હોટલમાં જમવા માટે આવ્યા હતા. રાત્રીના સમયે જમીને તેઓ કાર પાસ પહોંચ્યા ત્યારે કારનો પાછળનો કાર તુટેલી હાલતમાં જણાયો હતો. કારમાં તપાસ કરતા તેમાં મુકેલી કાળા કલરની લેધરની બેગ ગાયબ હતી. જેમાં કારીગરોને પગાર ચુકવવા મુકેલા .૪૦ લાખ રૂપિયાની સાથે તેમના અગત્યના ડોકયુમેન્ટની ચોરી થઈ ગઈ હતી. રાત્રે મોડુ થઈ જતાં તે ઘરે જતા રહયા હતા અને બીજા દિવસે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતીજેના પગલે પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

(4:57 pm IST)