Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગાંધીનગર નજીક અજાણ્યા વાહને રિક્ષાને હડફેટે લેતા બે યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હીટ એન્ડ રનની ઘટનાઓએ પણ માઝા મુકી છે. શહેર નજીક આવેલા દહેગામ-નરોડા હાઈવે ઉપર રાયપુર પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદમાં રહેતા ત્રણ યુવાનો રીક્ષા લઈને પસાર થઈ રહયા હતા તે દરમ્યાન અજાણ્યા વાહનને રીક્ષાને અડફેટે લેતાં તેમાં સવાર સંજય અને હાજીરમીયાં નામના બે યુવાનોના મોત નીપજયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ઘાયલ થયેલા બ્રીજેશભાઈ વિજયભાઈ ભટ્ટે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

(4:58 pm IST)