Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગાંધીનગર: કોરોનાને ધ્યાનમાં લઈને દેવાલયોમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી અન્નકુટના દર્શન કરાવવામાં આવ્યા

ગાંધીનગર: વખતે કોરોનાને કારણે સામાજિક અને ધાર્મિક અસરો પણ પડી છે. રથયાત્રા,નવરાત્રી સહિતના તહેવારો ઉજવી શકાયા નથી ત્યારે કોરોનાકાળમાં આવતીકેલા નવા વર્ષ નિમિત્તે નગરના દેવાલયોમાં અન્નકુટનું આયોજન તો જરૂર કરવામાં આવ્યું છે પરંતુ તેના દર્શન માટે ખાસ બેરીકેટ્સ રાખવામાં આવ્યા છે. જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થઇ શકે.

એકાદશીથી લાભપાંચમ સુધી દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધનતેરશ, કાળીચૌદશ અને દિવાળી તેમજ ગુજરાતીઓના નવા વર્ષની પણ પર્વ દરમિયાન ઉત્સાહપૂર્વક લોકો ઉજવણી કરે છે ત્યારે નવાવર્ષ અને ભાઇબીજના પ્રસંગ દરમિયાન મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે પરંતુ વખતે કોરોનાને કારણે મંદિરોમાં ભીડ ઓછી થાય તે માટેની વ્યવસ્થા તમામ મંદિરો દ્વારા કરવામાં આવી છે. મોટા દેવસ્થાનો તો બંધ રાખવામાં આવ્યા છે

(4:58 pm IST)