Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કડીના મલ્હારપુરામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 23 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા

કડી:શહેરના મલ્હારપુરામાં આવેલ મેનાની ચાલીમાં ધમધમી ઉઠેલા જુગારધામ ઉપર પોલીસે ઓચિંતી રેડ પાડી હતી. અહી જુગાર રમી રહેલા મુખ્ય સુત્રધાર સહિત ૨૩ આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે રૃ.૧૪૯૭૦૦નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કડી પંથકમાં દારૃ-જુગારની પ્રવૃત્તીઓમાં ચિંતાજનક વધારો થયો છે.રોજબરોજ પોલીસ દફતરે ગુનાઓ નોંધાઈ રહ્યા છે. જેમાં કડી શહેરના મલ્હારપુરા વિસ્તારમાં આવેલ મેનાની ચાલીમાં મોટાપાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. બાતમી આધારે પોલીસે સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. જેમાં અહીં મોબાઈલ ઉપર જુગારના શોખીનોનો સંપર્ક કરીને જુગારની પ્રવૃત્તી આચરનારા અસ્ફાક ફરીદ મનસુરી તેમજ મહેબુબ ઉર્ફે કાંગારૃ છોટેખાન બલોચ ઉપરાંત ૨૩ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં રણજીત ઠાકોરહનીફ ઘાંચીનરેન્દ્ર ઠાકોરભાવેશ વાઘેલારામાજી ઠાકોરકનૈયા મારવાડીનરેશ પટેલમુસ્તાક મનસુરીમાજીદ પઠાણદીગીશ ભટ્ટશૈલેષ પરમારઅશોક પટણીહર્ષદ પટેલકનુ શ્રીમાળીઈમરાન મનસુરીવિનોદ પટેલદિનેશ દેવીપૂજકશાંતી ઠક્કરમુકેશ ઠાકોરનિલેષ ખલાસી અને રામુ દરબારનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળેથી મોબાઈલરોકડ અને જુગાર રમવાના સાહિત્ય સાથે કુલ રૃ.૧૪૯૭૦૦ની મત્તા કબજે કરી હતી. તેમજ ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)