Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

વિસનગરના એક શખ્સને લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવી છેતરપિંડી આચરનાર ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ

વિસનગર: શહેર ના એક શખસને લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ડીસા પંથકની ટોળકી સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસ મથકે અંગે અરજી આપવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે બે આરોપીઓને શોધીને વિસનગર પોલીસને સોપવા છતાં પછી નિવેદન લઇને તપાસ કરીશુ તેમ કહી છોડી મુકવામાં આવતા પોલીસ તંત્ર ઉપર પણ અનેક શંકાઓ સેવાઇ રહી છે.

વિસનગરમાં દિપરા દરવાજા બેઠકનો માઢમાં રહેતા જીતેન્દ્રકુમાર શીવાભાઇ પટેલના વર્ષ ૨૦૦૧માં છુટાછેડા થયા હતા. વૃધ્ધ માતા સાથે એકલા રહેતા હોવાથી માતાની સેવા અને ઘરકામ માટે બીજા લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જીતેન્દ્રકુમાર પટેલના મિત્ર રમેશભાઇ સીંધીએ લગ્ન માટે યુવતી શોધવા વડનગર તાલુકાના કહીપુર ગામના વિરસંગભાઇ ઠાકોર અને સુલીપુર ગામના નાગજીભાઈ ઠાકોરનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ રમેશભાઇ સીંધીએ તખાજી ઠાકોર સબલપુરવાળા અને તેના ભત્રીજા પ્રવિણજી ઠાકોર તથા છગુજી ઠાકોરનો લગ્ન બાબતે વિસનગર સંપર્ક કરાવ્યો હતો. જેમણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામના તારાબેન ચૌહાણના નાના બહેન રેખાબેન ચૌહાણ સાથે રૃ.,૦૦,૦૦૦માં લગ્ન કરી આપવાનું જણાવ્યું હતું.

(4:59 pm IST)