Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કોરોના કેસમાં ઉછાળો આવતા લોકડાઉનના ભણકારા : નીતિનભાઈ પટેલે કહ્યું --લોકડાઉન નહિ થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારીશું

માર્કેટમાં સામાન્ય રીતે લોકો બહાર નીકળતા હોય છે, જેને કારણે સંક્રમણ વધ્યું

અમદાવાદ: કોરોના મહામારીના કેસમાં વધારો થતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક કરી હતી. નીતિનભાઈ  પટેલે આ દરમિયાન કોરોના સંક્રમણના કેસ વધતા લોકડાઉનના સવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકડાઉનના પ્રશ્ન પર ઉત્તર આપતા જણાવ્યું કે લોકડાઉન નહિ થાય પણ જરૂર પડશે તો વ્યવસ્થા વધારીશું. માર્કેટમાં સામાન્ય રીતે લોકો બહાર નીકળતા હોય છે, જેને કારણે સંક્રમણ વધ્યું છે. દિવાળી બાદ સ્કૂલો પણ ચાલુ થશે, જેમાં ઓડ ઇવન સિસ્ટમ રાખી છે. હાલમાં પહેલા 9થી 12 સુધી જ કલાસ ચાલુ કરવાના છે અને એ સ્થિતિ પર પણ સરકાર નજર રાખી રહી છે. અમારી કોર કમિટીની દરરોજ બેઠક થાય છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દિવાળીના તહેવાર ટાણે કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતના હેલ્થ મિનિસ્ટર અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે  અસારવા સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન નીતિનભાઈ  પટેલે કહ્યુ કે, કેસ વધ્યા છે પણ ગભરાવવાની જરૂર નથી

નીતિનભાઈ  પટેલે કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી હતી. નીતિનભાઈ  પટેલે કહ્યુ કે આગામી 2 દિવસમાં ઝડપથી ટેસ્ટિંગ કરવામાં આવશે. લોકોએ મહામારીથી ચેતવાની જરૂર છે. દર્દીઓની ઝડપી સારવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોરોનાના કેસ વધતા સરકારી જ નહી પણ ઘણી ખાનગી હોસ્પિટલો પણ ભરાઇ ગઇ છે. નવરાત્રિમાં પણ કોરોના મહામારી સામે સફળતા મળી હતી. સરકારે જરૂરિયાત પ્રમાણે સમયસર નિર્ણય કર્યા છે.

નીતિનભાઈ  પટેલે કોરોનાના કેસ વધતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક 2 કલાક ચાલી હતી. નીતિનભાઈ  પટેલે બેઠક બાદ કહ્યુ કે સિવિલમાં આપવામાં આવતી સુવિધાથી સંતોષ છે, કોરોનાનું સંક્રમણ વધે તો પહોચી વળવા માટે સક્ષમ છીએ. નીતિનભાઈ પટેલે કહ્યુ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 581 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 170 દર્દી ICUમાં વેન્ટીલેટર ઉપર છે.સિવિલમાં વધુ 78 દર્દીઓને દાખલ કરવાની ક્ષમતા છે. જ્યારે સોલા સિવિલમાં 188 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 17 દર્દીઓ ICUમાં દાખલ છે. ગાંધીનગર હોસ્પિટલમાં પણ કોરોનાના 196 દર્દીઓ સારવાર હેઠળ છે

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થયો છે. 15 નવેમ્બરે કોરોના વાયરસના 1070 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 14 નવેમ્બરે 1124, 13 નવેમ્બરે 1152, 12 નવેમ્બરે 1120 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 11 નવેમ્બરે 1125 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા

(7:34 pm IST)