Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજપીપળા 108ની ટીમ દ્વારા વિશ્વ સંભારણા દિવસ નિમિતે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર વિશ્વ સંભારણા દિવસ (world remembrance day for road traffic victims) તરીકે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વમાં મનાવાય છે.
તા.15 નવેમ્બર નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે 108 ની ટીમ દ્વારા વિશ્વ સંભારણા દિવસના ભાગ રૂપે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ રખાયો હતો.108ની ટીમ તેમજ આર ટી ઓ ઇન્સ્પેક્ટર બી ડી આશાલ,108ના અધિકારી મોહમ્મદ હનીફ બલુચી,મહિલા હેલ્પલાઇન 181 ની ટીમ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને હોમ ગાર્ડ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
 108 દ્વારા આ વિશ્વ સંભારણાના કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ માટે મીણબત્તી સળગાવી તેમજ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ અકસ્માત જેવી ઘટનામાં લોકોને મદદ કરવા માટે 108 ને કોલ કરી  દર્દીને મદદ કરવા માટેના શપથ લીધા હતા તેમજ RTOના નિયમોનું ચુસ્ત પણે પાલન કરીશું અને અમારા સગા સંબંધીઓને પણ પાલન કરાવીશું એવા શપથ લીધા હતા. તેમજ આ કાર્યક્રણ દ્વારા લોકોમાં જાગૃતિ લાવી અકસ્માતોમાં ઘટાળો કરી શકાય અને લોકોના જીવ બચાવવા 108 ની વધુમાં વધુ મદદ લેવામાં આવે અને RTO ના નિયમોનું પાલન કરવું તેમજ ગાડી ધીરે ચલાવી વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

(11:04 pm IST)