Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આમોદમાં લાલચ આપીને આદિવાસી પરિવારોના ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ: 9 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ :ખળભળાટ

લંડનથી ફંડિંગ આવતું હોવાનો આમોદ પોલીસને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદમાં ચોંકવનારો આરોપ

ભરૂચના આમોદના  કાંકરિયા ગામે ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં 100થી વધુ લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે.અને 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે લંડનમાંથી ધર્મપરિવર્તન માટે ફન્ડિંગ કરવામાં આવતુ હતું.

આદિવાસી પરિવારોને મુસ્લિમ બનાવવા માટે લંડનમાંથી ફન્ડિંગ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.આમોદ પોલીસને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઇ હતી જેને આધારે પોલીસે 9 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવાતો અટકાવવાનું સુનિશ્ચિત કરવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમનો રાજ્યમાં અમલ 15 જૂન 2021 થી થયો છે. આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલી કરવાનો નિર્ણય લીધો હતો,

ગુજરાત વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા નામનું બિલ બહુમતીથી પસાર થયું હતું. સરકારે આ બિલ રજૂ કરીને જણાવ્યું હતું કે, આ બિલ લાવવા પાછળ હિન્દુ ધર્મની બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી બોધપાઠ લઈને તેમજ અને અન્ય રાજ્યોના લવજેહાદ બિલનો અભ્યાસ કરીને આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે.

(10:34 pm IST)