Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જિયોરપાટી ગામમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યા બાદ ઘટનાના ત્રીજા દિવસે પણ પાંજરું ન મુકાતા પશુપાલકો ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં શનિવારે રાત્રે એક દીપડો ઘૂસી જતા વાછરડીનુ મારણ કરતા ગ્રામજનોએ તત્કાલ પાંજરું મુકવા રાજપીપળા વન વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી છતાં આજે સોમવારે પણ વન વિભાગ દ્વારા કોઈજ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

જોકે આ માટે વન વિભાગના આર.એફ.ઓ સોની એ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે આજે અમારી ટીમ ગામમાં ગઈ છે,પશુપાલકે વળતર માટે અરજી આપી હોય તેનો પંચકયાસ કરવા ટીમ ત્યાં ગઈ છે,પાંજરું મુકવા કોઈ રજુઆત કરી નથી.
એક સામાન્ય બાબત એ છે કે દીપડો ગામમાં ઘુસી કોઈપણ પશુનું મારણ કરે ત્યારબાદ અન્ય પશુ કે કોઈ બાળક ને શિકાર ન બનાવે તે માટે વન વિભાગ પાંજરા ને પ્રાથમિકતા આપે એ રૂટિન કામ છે,છતાં આ ઘટનમાં ઘટનાના બે દિવસ બાદ પણ પાંજરું ન મૂકી અધિકારી ગ્રામજનો એ રજુઆત નથી કરી તેવા આલાપ રાગતા હોય તો શુ કરી શકાય

(10:48 pm IST)