Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવાઈ

બિરસામુંડાના જીવન કવનઉપર બંદીવાન ભાઈઓને ફિલ્મ નિદર્શન તથા ઇનામ વિતરણ સમારંભ યોજાયો: જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા દ્વારા વિવિધ રમતોમા વિજેતા થયેલ બન્દીવાનોને ઇનામો એનાયત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવવામાં આવી જેમાં જેલમાં સજા ભોગવતા બંદીવાનોનું ગુનાહિત માનસ પરિવર્તન થાય અને તેમનામાં રમતગમત પ્રત્યે ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ ક્રાંતિકારી બિરસામુંડા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન બીરસામુંડાના જન્મ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ ની ઉજવણી પ્રસંગે જેલમાં સજા ભોગવતા બંદીવાનો બિરસામુંડાકોણ હતા. તેમને અંગ્રેજો સામે કેવી રીતે લડ્યાતે અંગે જેલમાં ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ જેલના કેમ્પસ ના પ્રાંગણમા તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચે વોલીબોલ સ્પર્ધા, કેરમ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા ના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને મન્ત્રી દીપક જગતાપ તરફથી વિવિધ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરી બંદીવાનોને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યોતિબેન જગતાપે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી રમતગમત તેમજ અન્ય સકારાત્મક પ્રવૃત્તિમા જોડાવા અનુરોધ કરી સારા માણસ બનવા અનુરોધ કર્યો હતો. મંત્રી દીપકભાઈ જગતાપે ક્રાંતિકારી બિરસામુંડા ના અદમ્ય સાહસકરી બ્રિટિશો સામે લડીને કેવી રીતે શહીદ થયાં તેમના જીવન માંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેરાએ પ્રાસંગિક પ્રવચનમા બંદીવાનોને સમાજ મા સારા માનવી કેવી રીતે બની શકાય તેની સરકારની વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો.

(10:38 pm IST)