Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ચિચડિયા ગામની ઝેરી દવા પીધા બાદ સારવાર લેતી 15 વર્ષીય બાળકીનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં ચીચડીયા ગામની એક સગીર વયની બાળકી ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન રાજપીપળા સિવિલમાં મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 13 નવેમ્બરે રાતે નવ વાગે શર્મિષ્ઠાબેન ચરણદાસ ભીલ( ઉ.વ. ૧૫ ) (રહે. ચીચડીયા) નાઓએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેના પિતાજી ચરણદાસ ભીલનાઓ સીવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે સારવાર માટે લાવેલ હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:47 pm IST)