Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજ્યના 40 ટકા લોકો નોનવેજ ખાય છે: 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓ નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે

અમદાવાદમાં દૈનિક 18 લાખથી વધારે ઈંડાનું અને 200 ટન મરઘાના ચિકનનું વેચાણ

અમદાવાદ : ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે. હરિયાણા, રાજસ્થાન, પંજાબ કરતા પણ વધુ લોકો ગુજરાતમાં નોનવેજ ખાય છે. જો એકલા અમદાવાદમાં દૈનિક 18 લાખથી વધારે ઈંડાનું વેચાણ થાય છે. અમદાવાદમાં દૈનિક 200 ટન મરઘાના ચિકનનું વેચાણ પણ થાય છે.તેમ એક ગુજરાતી ચેનલનો અહેવાલ જણાવે છે

 

(2:31 pm IST)