Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

૫૦ જાતિના ૧૨ હજાર વૃક્ષો ઉછેરી ગણપત યુનિવર્સિટીએ સર્જી અનોખી હરીયાળી સિધ્ધી

અમદાવાદ : ગ્રીન કેમ્પસ માટેના નેશનલ લેવલના પ્રિયદર્શીની એવોર્ડ વિજેતા ગણપત યુનિવર્સિટીના ૪૦ હજારથી વધુ વૃક્ષોથી આચ્છાદિત હરિયાળા પરિસર ઉપર વધુ એક લીલો છમ ઇતિહાસ સર્જાઇ રહ્યો છે. માત્ર ૪ હજાર સ્કવેર મીટર જમીન ઉપર વિવિધ ૫૦ જેટલી જાતના ૧૨ હજાર વૃક્ષો વાવીને એક 'માઇક્રો ફોરેસ્ટ' ઉછેરવાનું કાર્ય ગણપત યુનિવર્સિટીના ૪૦ જેટલા ગ્રીન વર્કર્સ દ્વારા સિધ્ધ કરવામાં આવ્યુ છે. અને તે માત્ર ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ થી આજ સુધીના ટુંકા ગાળામાં થયુ છે. આ માઇક્રો ફોરેસ્ટના પ્રણેતા અને ગણપત યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પદ્દમશ્રી ગણપતભાઇ પટેલે આ સ્થળની તાજેતરમાં મુલાકાત લઇ ઝડપી અને નોંધપાત્ર પ્રગતિની સરાહના કરી હતી. નાનુ મોટુ પ્રદાન કરનાર તમામ કાર્યકરોની કામગીરીને બીરદાવી હતી. કલાઇમેટ ચેન્જ માટે જયારે આખુ વિશ્વ ચિંતા કરી રહ્યુ છે ત્યારે ગણપત યુનિવર્સિટીના હરીયાળા કેમ્પસમાં એક વિદ્યાર્થી દીઠ પ વૃક્ષોનું લક્ષ રાખીને ગણપતભાઇ પટેલની પ્રેરણા સાથે યુનિ.ના ડાયરેકટર જનરલ અને પ્રો. ચાન્સેલર પ્રો. ડો. મહેન્દ્ર શર્માના માર્ગદર્શન સાથે સમગ્ર પરિવાર કાર્યરત છે. (તસ્વીર : કેતન ખત્રી)

(2:35 pm IST)