Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ખેડૂતો ચિંતા ન કરે, ગાડીઓ ભરીને રાસાયાણિક ખાતર આવે છેઃ કૃષિમંત્રી

રવિ પાક માટે કેન્દ્રએ ગુજરાતને ૧ર.પ૦ લાખ મેટ્રિક ટન યુરિયા, ર.પ૦ લાખ ટન ડી.એ.પી; ર.૮પ લાખ ટન એન.પી.કે. ખાતર ફાળવ્યું: આજે રાજકોટમાં ર૭૦૦ મેટ્રિક ટનની રેલ રેન્કનું આગમનઃ રાઘવજી પટેલ

રાજકોટ તા.૧૬ : રાજયમાં વાર્ષિક ૩૮ થી૪૦ લાખ મે. ટન જેટલા રાસાયણીક ખાતરની વપરાશ થાય છે જેના પર સરકાર દ્વારા અંદાજેરૂ.૪ર૦૦-૪૩૦૦ કરોડની વાર્ષિક સબસીડી ચુકવવામાં આવે છે. રવિ સિઝન માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને ૧ર.પ૦ લાખ મે.ટન યુરીયા, રપ૦, લાખ મે.ટન ડીએ.પી., ર.૮પ લાખ મે.ટન એન.પી.કે. તથા ૦૬૦ લાખ મે.ટન એમ.ઓ.પી.ખાતરની ફાળવણી થયેલ છે  તેમ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલએ પત્રકારોને જણાવ્યુ હતું રાજયમાં હાલ રવિ સિઝનની વાવણીની કામગીરી ચાલુ છે. ચાલુ મહિના માટે ૬ર,૦૦૦ મે.ટન જેટલી ડી.એ.પી.ની તથા ૩૦,પ૦૦ મે.ટન જેટલી એન.પી.કે.ની જથ્થો ભારત સરકાર દ્વારા રાજયને ફાળવેલ છે.

ગઇ કાલ સુધીમાં રાજયમાં વિધિવ જિલ્લાઓમાં ૩ર,૦૦૦ મે.ટન જેટલો જથ્થો ડી.એ.પી.ની જયારે ર૧,૭૦૦ મે.ટન જેટલો જથ્થો એના પી.કે.ખાતરનો જથ્થો સપ્લાય થયેલ છે.ગઇકાલ અને આજના દિવસ સુધીમાં વધુ ૧૭,પ૭૦ મે.ટન ડી.એ.પી.અને ૩,૯૦૦ મે.ટન એન.પી.કેની જથ્થો વિવિધ જિલ્લાઓમાં પહોંચનાર છે.

આજે ઇફકો કંપનીની ડીસા ખાતે ૩૭૦૦ મે.ટન ડી.એ.પી. આઇપીએલ કંપનીની કાંકરીયા ખાતે ૩પ૦૦ મે. ટન ડીએપીની જી.એસ.એફ.સી.કંપનીની સુરેન્દ્રનગર ખાતે એન.પી.કે. એન્ડ યુરીયાની જી.એન.એફ.સી.કંપનીની હિંમતનગર ખાતે એન.પીકે. એન્ડ યુરીયાની હિન્દાલ્કો કંપનીની રાજકોટ ખાતે ર૭૦૦ મે.ટન ડીએપીની જી.એસ.એફ.સી.કંપનીની જુનાગઢ ખાતે ર૭૦૦ મે.ટન ડીએપીની રેલ્વે રેક ઉતરવાની કામગીરી ચાલુ છે.તેમ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું.

રાજ્યમાં તમામ ખાતર પુરતી માત્રામાં ઉપલબ્ધ છે. જેથી ખેડૂતો મિત્રોને ખાતરની અછત હોવાનું માની ખોટી રીતે ગભરાઇને વધુ માત્રામાં ખાતરની ખરીદી કરવાની કોઇ જરૂરીયાત નથી.

ફોસ્ફેટીક ખાતરના ડીએપી ઉપરાંત અન્ય સ્ત્રોત પણ બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે, સિંગલ સુપર ફોસ્ફેટ એક સસ્તુ ફોસ્ફરસ તથા સલ્ફરયુકત ખાતર છે. જે રાજ્યમાં પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેનો પણ ખેડૂત મિત્રો ફોસ્ફરસના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકે છે.

વધુમાં ચાલુ રવિ સિઝન માટે આગામી માસમાં યુરીયા ખાતર પણ ખેડૂતોને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે મુજબનું આયોજન કરવામાં આવનાર હોય, યુરીયા ખાતર માટે પણ ગભરાઇને ખરીદી કરવાની જરૂરિયાત નથી. તેમ છતાં ખેડૂતો મિત્રો રવિ પાકોમાં પુરતી ખાતર માટે જરૂરિયાત મુજબ યુરીયા ખાતર અત્યારથી જ ખરીદે તે સમજણ ભર્યું છે. તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલએ પત્રકારોને જણાવ્યું હતું.

(3:36 pm IST)