Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગાંધીનગરના માસૂમ બાળકીના સિરિયલ હવસખોર સામે ૮ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી ઇતિહાસ સર્જાયો

સાવધાન, ગુજરાતમાં હવે માસૂમ બાળકીઓના હવસખોરોની ખેર નહિ રહે, ત્રીજી ઘટનામાં સમયે સ્પષ્ટ મેસેજ આપવામાં આવતાં ખળભળાટ : રેન્જ વડા અભયસિંહ ચુડાસમા, એસપી મયુરસિંહ ચાવડા ટીમ દ્વારા સુરત અને વડોદરા માફક દેશની તવારિખિ ઘટના સર્જવામાં નિમિત્ત બન્યા

રાજકોટઃ તા. ૧૬,  રાજ્યના પાટનગર જેવા મહત્વના પંથકમાં માસૂમ બાળકોને શિકાર બનાવનાર હવસખોર કમ હત્યારા વિજય ઠાકોર નામના એક બાળકીના પિતા અને એક સગર્ભા પત્નીના પતિ એવા યુવાનને ગાંધીનગર રેન્જ વડા અભય સિહ ચુડાસમા અને એસપી મયુર ચાવડા જેવા ખૂબ જ અનુભવી  અધિકારીઓના નેતૃત્વમાં પોલીસની ભાષામા કહિએ તો બ્લાઈન્ડ કેસમા ગણત્રીના દિવસોમાં ઝડપી લીધા બાદ ફકત ૮ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી આવા મામલામાં ગુજરાત પોલીસ અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવી ખૂબ સક્રિય હોવાનું ફરી એક વખત પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. 

  અત્રે યાદ રહે કે આ હવસખોર દ્વારા એક ગરીબ માસૂમ બાળકીની હત્યા કર્યાં બાદ તેની સાથે દુષ્કર્મ ગુજારેલ જેને કારણે હાહાકાર મચી ગયેલ.એલસીબી ટીમ સહિત કાફલા તમામ પોલીસ સ્ટાફ દ્વારા દિવાળી, નુતન વર્ષ, ભાઈ બીજ જેવા તહેવારો ભૂલી કામે લાગેલ અરજ રીતે ચાર્જ શીટ ફકત ૮ દિવસમાં રજૂ કરવા માટે ૨૫ ચૂંનદા સ્ટાફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મજબૂત પુરાવાની સાંકળ ગુથવા કામે લગાડી દીધેલ,તમામ એજન્સીઓ, સરકારી વકીલ, અદાલત અને એફએસએલ પણ ટીમ બની હતી.રાજ્ય સરકાર પણ તમામ મદદ માટે તત્પર બનેલ. આમ સહુના સહિયારા પ્રયાશોથી સફળતા મળી હતી, તેમ ગાંધીનગર એસપી મયુર ચાવડા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવાયેલ.  અત્રે યાદ રહે કે સુરતની ચાર વર્ષની માસૂમ બાળકોના બળાત્કારી શખ્શને માત્ર ૨૯ દિવસમાં આજીવન કારાવાસ કરાવવામાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર ટોમરના માર્ગ દર્શન હેઠળ મૂળ રાજકોટના એસીપી જય કુમાર પંડિયા અને મૂળ રાજકોટ પંથકના સચિન જીઆઇડીસી વિસ્તારના પીઆઇ જે.પી.જાડેજા ટીમ દ્વારા દેશના ઇતિહાસની તવારી ખી ઘટના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના સહકારથી સર્જાઇ હતી.આજ રીતે વડોદરા સીપી શમશેર સિંઘ ટીમ દ્વારા પણ ગણત્રીના દિવસોમાં આજ પ્રકારની ચકચારી ઘટનામાં ચાર્જ શીટ ગણત્રીના દિવસોમાં રજૂ કરેલ. આનો સીધો અર્થ એ કે હવે માસૂમ બાળકીઓ સાથે દુષ કર્મ કરનારની ખેર નથી તેવો સ્પષ્ટ મેસેજ દૂષ્કર્મીઓ કાપી ઉઠે તે રીતે આપવામાં આવી રહ્યો છે.

(3:56 pm IST)