Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદમાં સગીર બાળાઓને ફસાવીને અશ્‍લીલ માંગણી કરનાર યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધોઃ બિભત્‍સ ફોટા-વીડિયોની માંગણી કરતા ફરિયાદ

પોલીસે આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડાને ઝડપી પૂછપરછ હાથ ધરી

અમદાવાદ: સોશિયલ મીડિયા પર સગીર વય બાળકીઓને ફસાવીને અશ્લીલ માંગણી કરનારા યુવકની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આરોપીએ 10 થી વધુ સગીરાઓને ફસાવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે કેવી રીતે આરોપી રોમિયો ફસાવતો હતો.

સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડાએ એક, બે નહિ પણ અનેક સગીરાઓ પોતાની પ્રેમજાળમાં ફસાવીને બીભત્સ ફોટો-વિડ્યો મેળવી લઈ પૈસાની માંગણી કરતો હતો. આરોપી શૈલેષે પશ્ચિમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી બીભત્સ ફોટોની માંગણી કરી હતી. સગીરા પણ આરોપીનાં ઇરાદાથી અજાણ ભોળપણમાં પોતાની ન્યૂડ તસ્વીરો મોકલી આપી હતી. જે બાદ આરોપી શૈલેષે સગીરા પાસે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ સગીરાના માતા-પિતાને થતાં સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધી હતી. પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા આરોપી શૈલેષની આણંદથી ધરપકડ કરી હતી.

ઝડપાયેલો આરોપી શૈલેષ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જીઆઇડીસીમાં ફેકટરીમાં છૂટક મજૂરી કરે છે. છેલ્લા એક વર્ષથી આરોપી શૈલેષ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી સગીર વયના કિશોરીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેની સાથે મિત્રતા કેળવી તેને ફોસલાવી બીભત્સ ફોટો -વિડ્યો મંગાવી પૈસાની માંગણી કરતો. પોલીસ તપાસમાં આરોપીના મોબાઇલમાંથી અનેક કિશોરીઓના બીભત્સ ફોટા અને વિડિયો મળી આવ્યા હતા.

હાલમાં શાળાઓ શરૂ નહી થઇ હોવાનાં કારણે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરતા હોય છે. જેના કારણે નાની ઉંમરથી જ બાળકોમાં મોબાઇલના ઉપયોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેના કારણે અભ્યાસ ઉપરાંત સોશિયલ મીડિયા સુધીની બાળકોની પહોંચ પણ આ અસરના કારણે વધી છે. બાળકો સોશિયલ મીડિયા પર હોવાથી તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે માતા-પિતાએ ચેતવાની જરૂર છે કે પોતાનો બાળક કોઈનો શિકાર ન બની જાય.

(4:53 pm IST)