Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

૧૮ મીઍ ગાંધીનગરમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર ઍજયુકેશન (આઇ. આઇ. ટી. ઇ.) નો ચોથો પદવીદાન સમારોહ રાજયપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે

૭રપ વિદ્યાર્થીઓને પદવી ઍનાયત કરાશે

રાજકોટ તા. ૧૬ :.. દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબધ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર ઍજયુકેશન (આઇ. આઇ. ટી. ઇ.) નો ચોથો દીક્ષાંત સમારોહ ૧૮ નવેમ્બર ર૦ર૧ ગુરૂવારનાં રોજ બપોરે ૧ર કલાકે આઇ. આઇ. ટી. ઇ. ગાંધીનગરના પ્રાંગણમાં યોજાશે.

આ પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાતના રાજયપાલશ્રી અને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા સ્નાતક, અનુસ્નાતક તેમજ શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્મક કાર્યક્રમ પીઍચ. ડી.ની ઍમ કુલ ૭રપ વિદ્યાર્થીઓને પદવી ઍનાયત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આઇઆઇટીઇમાંથી શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધન અભ્યાસ પૂર્ણ કરનાર સૌપ્રથમ ૩ રિસર્ચ સ્કોલરને પીઍચ.ડી.ની પદવી ઍનાયત કરવામાં આવશે.

આઇ.આઇ.ટી.ઇ. કેમ્પસ ખાતે ૧૮મી નવેમ્બરે બપોરે ૧ર કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના માન. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી આ સમારોહના મુખ્ય અતિથી રહેશે અને માન. શિક્ષણ રાજય મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર અતિથિ વિશેષ તરીકે સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે.

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનાં માનનીય કુલપતિશ્રી હર્ષદ પટેલ સર્વે સ્નાતક, અનુસ્નાતક તેમજ પીઍચ.ડી.ની ડીગ્રી ધારકોને તેમજ ઉતીર્ણ થનાર ભાવિ શિક્ષકોનું અભિવાદન કરશે.

(5:22 pm IST)