Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુરતના કતારગામ વિસ્તારમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે ચાર મહિનાની કેદની સુનવણી કરી

સુરત: રૃ.15.04 લાખના  પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવી એક વર્ષની સાદી કેદફરિયાદીને ચેકની દોઢ ગણી રકમ 22.56  લાખ વળતર પેટે ચુકવવા તથા ન ચુકવે તો વધુ ચાર માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

કતારગામ વિસ્તારમાં કુબેરનગર અક્ષર પેલેસમાં રહેતા ફરિયાદી ગોકુલ ત્રિકમ પુરોહિતને આરોપી કમલેશ હંસરાજ પુરોહિત(રે.નંદ અન્કલેવ ઈસ્ટ,ડુમસરોડ પીપલોદ) સાથે ઓળખાણના પગલે ધંધાકીય હેતુ માટે જરૃર પડતાં વર્ષ-2019માં આરોપીને રૃ.15.04 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જે લેણાં નાણાં અઢી મહીનામાં ચુકવી આપવા અંગે આરોપીએ ફરિયાદીને બાંહેધરી કરાર લખી  લેણી રકમના ચેક આપ્યા હતા. જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આજે કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે  આરોપીને દોષી ઠેરવ્યો હતો. અલબત્ત આરોપી ગેરહાજર રહેતા કોર્ટે આરોપીને ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતા હુકમમાં આરોપી વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરીને સજાના હુકમના અમલ કરવા માટે સંબંધિત પોલીસ અધિકારીને નિર્દેશ આપ્યો છે.

(6:35 pm IST)