Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વડોદરામાં પિતાને મૃત બનાવી ખોટું પેઢીનામું કરનાર પુત્રએ માતા-સહીત બે ભાઈઓ સાથે છેતરપિંડી કરતા ગુનો દાખલ

વડોદરાઃ  પિતાને મૃત બતાવી ખોટું પેઢીનામું કરનાર પુત્રએ માતા અને બે ભાઇઓ સાથે છેતરપિંડી કરી સમા-સાવલી રોડ વિસ્તારની અંદાજે રૃ.૩૫ કરોડની બજાર કિંમતની જમીન પચાવી પાડતાં સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મુંબઇના સેન્ચુરી બજાર ખાતે રહેતા સમીર ભદ્રકુમાર સવજાનીએ પોલીસને કહ્યું છે કે,મારા પિતાએ વડોદરાના સમા-સાવલી રોડ પર જમીન લીધી હતી.જેનું ક્ષેત્રફળ ૩૫૬૧૦ ચો.ફુટ જેટલું થાય છે.અમે ત્રણ  ભાઇઓ છીએ.જેમાંથી મારા નાના ભાઇ અમિષે મુંબઇની કોર્ટમાં કેસ કર્યો હોવાથી બીજા ભાઇ જાગેશ સવજાનીએ જવાબ રજૂ કર્યો હતો.જે જવાબ જોતાં અમને શંકા પડી હતી.

વડોદરાની જમીન પેટે અમે આરટીઆઇ મારફતે વિગતો કઢાવતાં મારા ભાઇ જાગેશે મારો તેમજ મારા ભાઇ અમિષના નામો મિલકતમાંથી કઢાવી દીધા હોવાની વિગતો ખૂલી હતી.જ્યારે મારા માતાનું પણ સરનામું ખોટું બતાવ્યું હતું.આ ઉપરાંત મારા  પિતાનું મૃત્યુ તા.૧૯-૫-૨૦૦૩માં થયું હોવા છતાં જાગેશે પેઢીનામામાં પિતાનું મૃત્યુ વર્ષ-૨૦૦૨માં થયું હોવાનું દર્શાવ્યું હતું.

(6:36 pm IST)