Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વડોદરાના હાથીખાના વિસ્તારમાં કોર્ટમાં કરેલ ફરિયાદ પરત ખેંચી લેવા બે પક્ષો વચ્ચે તલવારથી હુમલો કરવામાં આવતા ચાર શખ્સો ઈજાગ્રસ્ત

વડોદરા: કોર્ટમાં કરેલી ફરિયાદ પરત ખેંચી લેવા માટે લગ્ન પ્રસંગે ભેગા થયેલા બે પક્ષ વચ્ચે મારામારી થતા તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ચાર વ્યક્તિઓને ઇજા  પહોંચી હતી.જ્યારે હાથીખાનામાં મહિલા પર હુમલો કરનાર સામે ગુનો દાખલ થયો છે.

હાથીખાના મહાવત ફળિયામાં રહેતા ઝરીનબાનુ જમીલભાઇ શેખે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા પતિ રિક્ષા  રિપેરીંગનું કામ કરે છે.છેડતીની એક ફરિયાદમાં અમે સાક્ષી રહ્યા હતા.ગઇકાલે હું મારા ઘરે હતી.સાંજે સવા છ વાગ્યે છેડતીની ફરિયાદ બાબતે સાક્ષીઓને કોર્ટમાંથી સમન્શ આવ્યા હતા.પરંતુ,મારૃં સમન્શ નહી આવતા હું ફરિયાદીને પૂછવા ગઇ હતી.ત્યારે તે એકદમ મારા પર ઉશ્કેરાઇ ગયો હતો.તેણે મને ગાળો બોલી પેટમાં લાત મારી હતી.તે સમયે બાજુમાંથી મોહસીન વ્હોરા અને આરિફભાઇ શેખે આવીને મને વધુ મારમાંથી છોડાવી હતી.

વાડી કુરેશી  મહોલ્લામાં રહેતા સુલતાન ગુલામ મહંમદ સિન્ધી ગઇકાલે મોડીરાતે વાડી ખાનગાહ મહોલ્લામાં સૂફિયાન મનસુરીના ઘર પાસે લગ્નપ્રસંગે બેઠા હતા.તે સમયે સલિમ અબ્દુલરહીમ સિન્ધી,જુનેદ સલિમભાઇ સિન્ધી તથા અમાન સરફરાજભાઇ સિન્ધીએ આવીને તકરાર શરૃ કરી હતી કે,તારી બહેને કોર્ટમાં ફરિયાદ કરી છે.તે પરત ખેંચી લે.સલિમે સુલતાનને માથામાં તથા બરડાની ડાબી બાજુ તલવાર મારી ગંભીર ઇજા   પહોંચાડી હતી.તેમજ જુનેદને જમણા હાથના અંગુઠા પર ઇજા કરી હતી.

 

(6:36 pm IST)