Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુરતમાં લેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવવા માટે સાધન-સામગ્રી આપનાર યુવકને ઝડપી લેવાયો

આરોપી એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવતો હતો અને ધીમે ધીમે તેણે વધારે પૈસા કમાવવાની લાલચમાં એક લેબોરેટરી જ ઉભી કરી દીધી

સુરતમાં પોલીસે થોડાક દિવસો પહેલા એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીને ઝડપી પાડી હતી. આ લેબોરેટરીમાં સાધન સામગ્રી આપનાર યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલો ફૈઝલ અબ્બાસ પટેલ કોસાડ આવાસનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપી મળીને એમડી ડ્રગ્સ બનાવતા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, આરોપી ફેઝલ એક પેડલર તરીકે કામ કરતો હતો અને તેને વધારે પૈસા કમાવવાની લાચ આવતા તેણે ડ્રગ્સ લેબોરેટરી શરૂ કરી. જો કે, તેની આ ઓપરેડરી પોલીસે નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારબાદ જૈમીન એમડી ડ્રગ્સ બનાવતો હતો. ઝડપાયેલા બન્નેએ કેટલા લોકોને ડ્રગ્સ આપ્યું છે અને કેટલા લોકો આ બન્ને ડ્રગ્સ સપ્લાયરોના સંપર્કમાં છે એ બાબત પર પોલીસ કામ કરી રહી છે. વીએ ડોડીયા (અમરોલી PSI)એ ફૈઝલને શ્રી રામ ચોકડી પાસેથી ઝડપી પાડી પુણા પોલીસને સોંપી દીધો છે.

આ આરોપી એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવતો હતો અને ધીમે ધીમે તેણે વધારે પૈસા કમાવવાની લાલચમાં એક લેબોરેટરી જ ઉભી કરી દીધી હતી. આ લેબમાં ડ્રગ્સ બનાવવા માટેની તમામ પ્રોશેસ તે સોશિયલ મીડિયા મારફતે શિખ્યો હતો.

કોરોના મહામારીમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ આરોપીના ધંધામાં મંદી આવતા તેણે નશાનો કારોબાર શરુ કરી દીધો હતો. જૈમીનના ચરસી મિત્રોએ રાજસ્થાનમાં આશુરામ સાથે તેની ઓળખાણ કરાવી હતી. જૈમીન ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતો હતો જો કે લોકડાઉનમાં મંદીને કારણે ધંધામાં નુકશાન થઈ હતી. જૈમીનના પિતા રત્નકલાકાર છે.

સુરત કડોદરા હાઇવે નિયોલ ચેક પોસ્ટ પાસે વીઆરએલ લોજીસ્ટિક કંપનીના ગોડાઉન પાસે એસઓજીએ 9મી તારીખે વોચ ગોઠવી 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે 27 વર્ષીય પ્રવિણ બલવંતારામ વાના(બિસ્નોઈ)(રહે,દાંતીવાસગામ,રાજસ્થાન) છે. પ્રવિણે એમડી ડ્રગ્સ ઝાલોદના પુનાસા ગામના આશુરામ રાયચંદ્ર ખીલેરી(બિસ્નોઈ)એ આપ્યો હતો અને તે ડ્રગ્સનો જથ્થો સરથાણા કવિતા રો હાઉસમાં રહેતા જૈમીન છગન સવાણીને સપ્લાય કરવા આવ્યો હતો. જૈમીન સવાણી ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયો હતો. જોકે જૈમીનને પોલીસે ઝડપી લીધો હતો.

(9:44 pm IST)