Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દેડિયાપાડામાં સરકારી લાયબ્રેરી,આદિવાસી સમાજના ભવન માટે જગ્યા ફાળવવા ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાએ આપ્યું આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : દેડિયાપાડામાં સરકારી લાયબ્રેરી તથા આદિવાસી સમાજના ભવન માટે જગ્યા ફાળવવા બાબતે  ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાએ પ્રાંત અધિકારી ને  આવેદનપત્ર આપ્યું હતું

આવેદનમાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં લાંબા સમય પછી આ સરકાર દ્રારા સરકારી તેમજ અર્ધસરકારી ધોરણે નોકરીઓની ભરતીઓ પાડવામાં આવેલ છે  હાલમાં પણ પી.એસ.આઈ. , કોન્સ્ટેબલ , એસ.આર.પી. એફ. જેવી ભરતીઓ પાડેલ છે,જેમાં આપણા તાલુકાના હજારો શિક્ષિત યુવાનો ભરતીઓની તૈયારીઓ કરી રહ્યા છે . જેમને તાલુકા કક્ષાએ સરકારી લાયબ્રેરી ન હોવાથી તૈયારીઓ માટે પુરતા પુસ્તકો , માર્ગદર્શન , તથા અભ્યાસ માટે અનુકુળ વાતાવરણ મળતુ નથી . તાલુકા કક્ષાએ લાયબ્રેરી બનાવવા માટે અગાઉ પણ જીલ્લા સંકલનમાં , કલેકટરશ્રી , પ્રાંત અધિકારી ને અનેકવાર રજુઆતો તથા આવેદનપત્રો આપવામાં આવેલ છે . છતા આજદિન સુધી તાલુકા કક્ષાની સરકારી લાયબ્રેરી બનાવવામાં આવેલ નથી.
દેડીયાપાડા તાલુકો આદિવાસી બાહુલ વસ્તી ધરાવતો તાલુકો હોય , અહિં આદિવાસી સમાજનું ભવન બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે જેથી સમાજ ફંડ ફાળો ભેગો કરીને ભવન બનાવી શકે એવી અમારી માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

(10:20 pm IST)