Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

MBBSના વિધાર્થીને પાસ કરાવવાનું કૌભાંડ : પાટણની HNGU યુનિવર્સિટીના કુલપતિ વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ

પાટણની HNGU યુનિવર્સિટીના કુલપતિ વિરુધ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. MBBSના વિધાર્થીને પાસ કરાવવાના કૌભાંડ મામલે પાટણની HNGU યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે.વોરા વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યા છે.

MBBSના વિધાર્થીને પાસ કરાવવા મામલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ 2018માં આ કૌભાંડ ચગ્યું હતું.

ઉચ્ચ શિક્ષણ વિભાગે અહેવાલ આ મામલે અહેવાલ રજૂ કર્યો છે. મુખ્ય સચિવ પંકજકુમારે અહેવાલ રજૂ કર્તા જાણવું હતું કે, પુનઃમૂલ્યાંકન સમિતિના કન્વીનરની સંડોવણી સામે આવી છે. ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. કુલપતિ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ આપ્યા છે

ઉલ્લેખનીય છે કે, આચાર્ય હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાનનું નામ જેની સાથે જોડાયેલું છે તે આમાં કેટલાક વિદ્યાર્થીઓની કોરી ઉત્તરવહીમાં ગુણ સુધારી તેમને પાસ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ભાજપના જ મહિલા નેતા હંસાબેન મહેશ્વરીના પુત્ર પાર્થ મહેશ્વરીનું નામ પણ આવ્યું હતું. આ મામલો છેક તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો હતો. પાટણના ધારાસભ્યએ આ મામલે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવતા તત્કાલીન શિક્ષણમંત્રીએ તપાસના આદેશો આપી વાવટો સંકેલી દીધો હતો.

(11:33 pm IST)