Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

તરસાલ ગામના ખેતરમાં ભેંસો ઘૂસી જતા રખેવાળે ટોકતા ભેંસ ચરાવતી મહિલાએ આપી મારી નાંખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના તરસાલ ગામમાં ખેતર સાચવનાર વ્યક્તિએ ભેંસો ચરાવતી મહિલાને ટોકતા મહિલાએ રખેવાળને લાકડી મારી ઇજા કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.

 પ્રાપ્ત માહિતી મુજબ તરસાલ ગામના ગિરીશભાઇ શાંતીલાલભાઇ તડવીની ફરિયાદ મુજબ તેઓ તરસાલ ગામની સિમમાં આવેલ ભરતસિંહ સિનોરાના ખેતરે કેળ વાવેલ તેની દેખરેખ માટે ગયેલ તે વખતે રમીલાબેન બાબુભાઇ તડવી ભેંસો ચરાવતી હતી તે ભેંસો છેડાના ભાગેથી ખેતરમાં જતી રહેતા ગિરિશે આ મહિલાને ભેંસોની કાળજી કેમ લેતી નથી તેમ કહેવા જતા મહિલાએ લાકડી વડે માથામાં મારી ઈજા કરી ગીરીશને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે રમીલાબેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:40 am IST)