Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો

અમદાવાદ : બ્લેકમેઇલ કરી શારિરીક સંબંધો બાંધ્યા : મહિલા ઘરે વાત ન કરી શકતા ડરીને બાથરૂમમાં પડેલી દવાઓ અને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ શહેરના એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં એક મહિલાએ તેના કૌટુંબિક ભાઈ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બે બાળકોની માતા એવી આ મહિલાના પુત્રનો જન્મદિવસ હતો ત્યારે આ યુવકને પણ બોલાવ્યો હતો. અને ઉજવણી બાદ મહિલાનો પતિ કામે જતા આ યુવકે મહિલાના સ્નાન કરતા બીભત્સ વિડીયો અને ફોટો બતાવી આવર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં માનીતા ભાઈએ લગ્નની લાલચ પણ આપી હતી. એક લગ્નપ્રસંગમાં આ મહિલા ફોઈના દિયરના દીકરા એવા આ આરોપીને મળી હતી ત્યારબાદ આરોપીએ વધુ મુલાકાતો કરી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કંટાળીને મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે. આંબાવાડીમાં રહેતી ૩૭ વર્ષીય મહિલા ના વર્ષ ૨૦૦૧ માં લગ્ન થયા હતાં. આ મહિલા તેના બે બાળકો અને પતિ સાથે રહે છે. આજથી એક બે વર્ષ પહેલા આ મહિલા અને તેનો પતિ સગી બહેનની દીકરીના લગ્નમાં લીમડી ખાતે ગયા હતા. ત્યાં આ મહિલાના ફોઈના દિયરનો દીકરો પરિચયમાં આવ્યો હતો.

       આ મહિલા આ લગ્ન બાદ આ યુવકના ઘરે બે ત્રણ કલાક રોકાયા હતા. મહિલા સાથે ૩૫ વર્ષીય યુવકની મુલાકાત બને એ મોબાઈલ નમ્બરની આપ લે કરી હતી અને આ મહિલાએ તેને કૌટુંબિક ભાઈ માની તેની સાથે વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ યુવકે મહિલા સાથે ફોન પર અલગ અલગ પ્રકારની માંગણીઓ શરૂ કરી પણ મહિલા તેને ભાઈ માનતી હોવાથી કઈ કહ્યું ન હતું. બાદમાં આ મહિલાના દીકરાનો જન્મદિવસ  આવતા તેની ઉજવણી કરાઈ હતી. જેમાં આ મહિલાએ તેના કૌટુંબિક ભાઈને પણ બોલાવ્યો હતો. ઉજવણી બાદ મહિલાનો પતિ નોકરીએ ગયો અને બાળકો ભણવા ગયા ત્યારે આ યુવકે મહિલાને તેના સ્નાન કરતા બીભત્સ ફોટો વિડીયો બતાવ્યા હતા. અને બાદમાં શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું અને જો ન સબન્ધ ન બાંધે તો ફોટો વિડીયો પતિ અને સમાજના લોકોને બતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં આ ૩૫ વર્ષીય યુવકે જબરદસ્તીથી તેના ગામની બાજુમાં રહેતી મહિલાની બહેનના ઘરે તેને બોલાવી હતો. અને બાદમાં તેની સાથે ગામની સીમમાં અવાવરું જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં એ મહિલાને તેના પતિ સાથે ઝગડો થયો છે અને સારું નથી રાખતા તેમ કહી એક અઠવાડિયું તેને ત્યાં રાખી હતી.

(7:29 pm IST)