Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

અમદાવાદમાં હેલિકોપ્ટર રાઇડને જબરો પ્રતિસાદ : જોય રાઈડની મજા માણવા લોકોએ કરાવ્યાં એડવાન્સ બુકીંગ

દર શનિ અને રવિવારે લોકો હેલિકોપ્ટરમાં બેસવા માટે લોકોનો ભારે ધસારો

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદીઓ માટે હરવા-ફરવા માટે લોકપ્રિય સ્થળ બન્યું છે હવે હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરતાં અમદાવાદીઓ રવિવારના દિવસે મજા માણવા પહોંચી રહ્યા છે.

રે અમદાવાદમાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં રજાના દિવસે લોકો ફરવા માટે ઉમટી પડતા હોય છે પરંતુ અમદાવાદના સાબરમતી નદી ખાતે આવેલા બોટિંગ સાયકલિંગ સહિતની મજા માણી શકાય છે પરંતુ હવે અમદાવાદના રિવરફ્રન્ટ પર સી પ્લેનના બદલે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે જેની દર શનિ અને રવિવારે લોકો હેલિકોપ્ટરમાં બેસવા માટેનું ધસારો જોવા મળી રહ્યો છે હેલિકોપ્ટર joyride માં બેસવા માટે વ્યક્તિદીઠ ટીકીટ દર 2360 રાખવામાં આવે છે જે તમને નવ મિનિટ માં આકાશી નજારાની સાથે  આખું બતાવી  અમદાવાદ બતાવી દેશે.

આ જોય રાઈડ  સાબરમતી રીવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની સફર કરાવી આખું અમદાવાદ દર્શન કરાવે છે  જે જોય રાઈડની  મજા માણવા  રવિવારના દિવસે  ધસારો જોવા મળ્યો છે.

(9:35 pm IST)