Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કરુણા અભિયાન : ઉત્તરાયણમાં ઘાયલ થયેલ કુલ 2431 પક્ષીઓ પૈકી 2238 પક્ષીઓ બચાવી લીધા

અમદાવાદ જિલ્લામાં કુલ 19 સારવાર કેન્દ્રો:કુલ- 44 સ્વયં સેવી સંસ્થાઓ ભાગીદાર:જિલ્લામાં કુલ- 129 કલેકશન સેન્ટર અને પશુપાલન વિભાગ દ્વારા કુલ 13 મોબાઇલ વાન નંબર – 1962 કાર્યરત : કુલ- 161 વેટરનરી ડોક્ટરો અને કુલ – 2079 સ્વયં સેવકોએ ફરજ બજાવી

અમદાવાદ : કરૂણા અભિયાન- 2022 અંતર્ગત અત્રેના વિભાગ દ્વારા તા. 15મી જાન્યુઆરીના અંતિત ઘાયલ થયેલ કુલ 2431 પક્ષીઓ પૈકી 2238 પક્ષીઓ બચાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યુ છે.

કરૂણા અભિયાન – 2022 કાર્યક્રમ અંતર્ગત અત્રેના સામાજીક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 મી જાન્યુઆરી થી 20 મી જાન્યુઆરી – 2022 સુધી પંતગ દોરીથી ધાયલ થતા અબોલ પશુ – પક્ષીઓની સારવાર કરવા માટે કરૂણા અભિયાન 2022 કાર્યક્રમનું આયોજન કરી જીવદયાનુ ઉમદા કાર્ય કરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષાએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર બોડકદેવ ખાતે – 1 અને જિલ્લાના તાલુકા કક્ષાએ કુલ 9 મળી કુલ 10 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં કુલ 19 સારવાર કેન્દ્રો કાર્યરત છે. આ કાર્યક્રમમાં કુલ- 44 સ્વયં સેવી સંસ્થાઓ ભાગીદાર થયેલ છે. અમદાવાદ જિલ્લામાં કુલ- 129 કલેકશન સેન્ટર કાર્યરત છે. પશુપાલન વિભાગ દ્વારા કુલ 13 મોબાઇલ વાન નંબર – 1962 કાર્યરત કરેલ છે. કરૂણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત કુલ- 161 વેટરનરી ડોક્ટરો અને કુલ – 2079 સ્વયં સેવકો ફરજ બજાવી રહેલ છે.

કરૂણા અભિયાન કાર્યક્રમ- 2022 અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ, અમદાવાદ ઉપરાંત પશુપાલન વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર તેમજ સ્વયં સેવી સંસ્થાઓના સાથ સહકારથી કામગીરી કરવામાં આવી રહેલ છે.

તારીખ 10 જાન્યુઆરી શરૂ થયેલ કરૂણા અભિયાન કાર્યક્રમ નિમિત્તે સામાજીક વનીકરણ વિભાગ, અમદાવાદની વિવિધ રંજ દ્વારા કરૂણા અભિયાન કાર્યક્રમ વિશે પ્રજાજનોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ પ્રકારના પ્રચાર-પ્રસારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સને 2021 ના કરૂણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જીલ્લામાં ધાયલ થયેલ પક્ષીઓ પૈકી 96.43 % જીવંત રેસીયોથી પક્ષીઓ બચાવવાનું ઉમદા કાર્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ. તે મુજબ આ વર્ષે પણ વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

(9:56 pm IST)