Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરંભાયેલા દેશવ્યાપી કોરોના રસીકરણને આજે એકવર્ષ પૂર્ણ થયું:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતીઓ વતી આભાર માન્યો

પીએમ મોદીએ દેશભરમાં વયસ્કો કોરોના અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવીને કોરોના અને તેના ડેલ્ટા આને ઓમિક્રોન જેવા બદલાતાં સ્વરૂપો , વાયરસની સંસંવેદનશીલતા સામે પણ રક્ષણ પ્રદાન કર્યું

અમદાવાદ :  ૧૬ મી જાન્યુઆરી 2021 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા દેશ વ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાનને આજે  એક વર્ષ પૂર્ણ થયું.

 આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે  સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.
આ એક વર્ષમાં દેશભરના કોરોના વોરિયર્સ , ફ્રન્ટલાઈન વોરિયર્સ ૬૦ થી વધુ વયના  વયસ્કો અને હવે ૧૫ થી ૧૮ની વયના તરુણોએ કોરોના ની રસીના ડોઝ લગાવી ને કોરોના સામે સુરક્ષા કવચ ધારણ કર્યું છે.
વળી કોરોનાની ત્રીજી રહે પણ જ્યારે જોર પકડ્યું છે ત્યારે તાજેતરમાં જ છ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં વયસ્કો કોરોના અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવીને કોરોના અને તેના ડેલ્ટા આને ઓમિક્રોન જેવા બદલાતાં સ્વરૂપો , વાયરસની સંસંવેદનશીલતા સામે પણ રક્ષણ પ્રદાન કર્યું છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે.આ કોરોના રૂપી વાયરસનો પ્રતિકાર કરવામાં રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે તે આપણને બધાને સમજાયું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ અને દૂરંદેશીતાના પરિણામ સ્વરૂપ જ આજે ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશોમાં ભારતમાં નિર્માણ પામેલી  સ્વદેશી વેક્સિન મોકલીને "વસુદેવ કુટુંબકમ" ની વિભાવના ચરિતાર્થ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સતત માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ માં ગુજરાત રાજ્યે રાષ્ટ્રભરમાં  શ્રેષ્ઠ  કામગીરી કરી છે.
ગુજરાતમાં એક વર્ષમાં ૯.૪૬ કરોડ વેક્સિનનના ડોઝ લગાવવામાં આવ્યા છે.
જેમાંથી ૯૭.૫ ટકા પ્રથમ ડોઝ, જ્યારે.૯૫% જેટલા નાગરિકો ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
તાજેતરમાં જ ૧૫ થી ૧૮ ના તરુણો માટે શરૂ થયેલ રસીકરણ ની કામગીરીમાં પણ ૬૦ ટકા તરૂણોને કોરોનાની રસી આપીને ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે.
સાથોસાથ ૧૬ ટકા જેટલા હેલ્થ કેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે.

 

(5:50 pm IST)