Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સિસોદ્રા ગામથી સગીર વયની બાળકીનું અપહરણ કરનારઅજાણ્યા શખ્સ વિરુદ્ધ પિતાએ ફરીયાદ નોંધાવી

dir="ltr">(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામથી સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ સિસોદ્રા ગામમાંથી સગીર ઉંમરની એક બાળકીનું તારીખ 7 જાન્યુઆરી એ સવારે 10.30 વાગે કોઇ અજાણ્યો યુવાન અપહરણ કરી ગયા બાદ પરિવારજનો એ ઘણી શોધખોળ બાદ પણ દીકરી મળી ન આવતા પિતા એ તારીખ 15 જાન્યુઆરી એ આમલેથા પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
(11:28 am IST)