Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજપીપળા ના વતની શિવરામ પરમારે ભારત સરકારના અમૃત મહોત્સવ માટે પદ્મશ્રી ડો. શોમા ઘોષ સાથે ગીત લોન્ચ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર , મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયક રાજપીપલા ના શિવરામ પરમારે સંગીત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખાના માનસ પુત્રી પદ્મશ્રી ડો .સોમા ઘોષ સાથે અમૃત મહોત્સવ માટે એક ગીતની રચનામા રાજપીપળા નિવાસી શિવરામ પરમારે પોતાનો કંઠ આપ્યોછે આ ગીત રિલીઝ થતાં સોસીયલ મીડિયામા ખૂબ લોકપ્રિય થયું છે .ભારત દેશ જયારે આઝાદીના ૭૫ મા વર્ષ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર , મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયક કે જે રાજપીપળા માંથી મુંબઈ જઈને પોતાની આગવી ઓળખ ઉભી કરીને રાજપીપલા તથા ગુજરાતનું નામ રોશન કર્યુ છે એવા શિવરામ પરમાર તથા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખા ના માનસ પુત્રી પદ્મશ્રી ડો . સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ  માટેના એક સુંદર ગીતની રચના કરી છે . આ ગીતમાં આ ઝાદીથી લઈને આજના આત્મ નિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે . આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે, ગીતમાં રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીના પ્રિય ભજન “ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે ” ની કેટલીક પંકિતઓ અલગ રીતે કંપોઝ કરવામાં આવી છે . જેનાથી આ ગીત વધુ લોકપ્રિય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે 11શિવરામ પરમારે આવા અનેક ગીત ગાયા છે જેમાં ભારત દેશને “ સ્ટેચ્યુ ઓફ યુનિટી ” નું ગીત, મતદાન માટે લોકોને જાગૃત કરવાના અનેક ગીતો પણ બનાવ્યા છે.આ ગીતના શબ્દો બનારસના જાણીતા કવિ સંજયભાઈ મિશ્રા એ લખેલ છે . હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરનાર રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર હાલ મુંબઈ મા રહીને ફિલ્મ ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે સારી નામના મેળવી ચુક્યા હોય ત્યારે નર્મદા જિલ્લાનું ગૌરવની વધારનાર શિવરામ પરમારે હાલ ૨૦૨૧ ના નવા લેટેસ્ટ ગરબા મા પણ પોતાનું મ્યુઝિક આપ્યું છે.જે ખેલૈયાઓમાં ખુબ લોકપ્રિય બન્યું છે

(11:30 am IST)