Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પાટણમાં ચાઇનીઝ દોરીએ બાળકનો જીવ લીધો

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૭ :.. મકર સંક્રાંતિ પર્વનેે લઇને તંત્ર દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ઉતરાણ પુર્વે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છતાં પાટણ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા તંત્રની નજર ચૂકવીને મોટા પાયે ચાઇનીઝ દોરીનું વેચાણ કર્યુ હોવાની માહિતી મકર સંક્રાંતિના પર્વના દિવસે ચાઇનીઝ દોરી વાળો પતંગ લૂંટવા જતાં ૧૪ વર્ષના માસુમ બાળકનું ઇલેકટ્રીક શોક લાગવાથી મોત નિપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

(2:40 pm IST)