Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૧૪ ફૂટ અને ૧૨ ઈંચ પેરાશૂટ મટીરિયલ દ્વારા તૈયાર થયેલ પતંગો આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બની

કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવા અમદાવાદના જોઈન્ટ સીપી અજયકુમાર ચોધરી દ્વારા વધુ એક અદ્દભુત પ્રયોગ

રાજકોટ, તા.૧૭: વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં જેના ચિત્રો ગુજરાતની શાન વધારી રહ્યા છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલિસ કમિશનર અજયકુમાર ચોધરી તથા જાણીતા આર્ટિસ્ટ હર્ષલ પટેલ દ્વારા અદભૂત પ્રયોગ દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને કોરોના મહામારી સામે જાગૃતિ લાવવા મકરસંક્રાંતિ અંતર્ગત પેરા શૂટ મટીરીયલ દ્વારા ૧૪*૧૨ના વિશાળ પતંગો તૈયાર કરી અમદાવાદના આકાશમાં ઉડતા મુકાતા લોકોમાં ભારે આકર્ષણ જાગવા સાથે તંત્ર દ્વારા પણ ભારે આવકાર મળ્યો હતો.                         

અમદાવાદના જયારે કોરોના પ્રકોપ વધી રહ્યો છે, તેવા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર અને મહા નગરપાલિકા તંત્ર સહીતના તંત્ર અથાગ જહેમત ઊઠાવી રહ્યા છે, ત્યારે દરેક નાગરિકની રાષ્ટ્રધર્મ બજાવવાની અને સાથે સાથે સરકાર અને તંત્રના પ્રયાસો બળવત્તર બનાવવામાં યોગદાન આપવા માટેની ફરજ છે તેમ પોલીસ લાઈનને જાતે સેનીટાઈઝનો કોરોના પ્રથમ બીજી લહેર સમયે પ્રારંભ કરવા સાથે દરેક પોલીસ સ્ટાફ અને પરિવારને વેકિસન મળે તે માટે પોલીસ કમિશનર સાથે સતત ઝઝુમનાર અજયકુમાર ચોધરી તથા તેમના પ્રેરણા સ્ત્રોત એવા જાણીતા વિડિયો સિંગર દીપશિખાજી દ્વારા જણાવાયું હતું                          

અમદાવાદના આર્ટિસ્ટ હર્ષિલ પટેલ દ્વારા ૧૪ * ૧૨ના વિશાળ પતંગમાં પેરાશૂટ મટીરીયલ માંથી કટ કરી તૈયાર કરવામાં આવેલ પતંગમાં અમદાવાદની ગઈ કાલ અને આજ દર્શાવવામાં આવી હતી.

(3:18 pm IST)