Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગાંધીનગર નજીક આવેલ વાવોલમાં ચાર જેટલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.32 લાખની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર જિલ્લામાં ઠંડી દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા વાવોલની સિધ્ધાર્થ હાઈટસ વસાહતમાં તસ્કરોએ ચાર જેટલા બંધ મકાનના તાળાં તોડયા હતા. જે પૈકી એક મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૩ર લાખની ચોરી કરી લીધી હતી. જયારે ત્રણ મકાન માલિકો બહાર હોવાથી ચોરીનો અંદાજ આવ્યો નથી. હાલ તો આ અંગે સે-૭ પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરી છે.  આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડીએ રીતસર લોકોને રીતસર ધુ્રજાવ્યા છે ત્યારે ઠંડી દરમ્યાન ગાંધીનગર શહેર અને જિલ્લામાં તસ્કરોએ ઘરફોડ ચોરીઓ કરીને ધુ્રજારીમાં વધારો લાવી દીધો છે. ઉતરાયણ પર્વ દરમ્યાન પણ લોકો પતંગની મોજ માણી રહયા હતા ત્યારે તસ્કરો તેમના મનસુબા પુરા કરવામાં સફળ રહયા હતા. શહેર નજીક આવેલા વાવોલ ગામની સિધ્ધાર્થ હાઈટસ વસાહતમાં ત્રાટકેલી તસ્કર ટોળીએ એક સાથે ચાર બંધ મકાનના તાળાં તોડયા છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ વસાહતના મકાન નં.એ-ર૦ર ખાતે રહેતા મિત્તલબેન અર્જુનભાઈ જોષી ગત તા.૧૩મીએ બપોરે મકાન બંધ કરીને તેમના પતિ સાથે હિંમતનગર ગયા હતા અને ગઈકાલે બપોરના સુમારે તેમના પાડોશી વિજયભાઈ પ્રજાપતિનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે તમારા મકાનના દરવાજાનો નકુચો તુટયો છે અને ચોરી થયાનું જણાય છે જેથી તેઓ તુરંત જ વાવોલ ખાતે ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ઘરમાં ચોરી થયાનું જણાયું હતું. તિજોરીમાંથી તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૩ર લાખની મત્તા ચોરી ગયા હતા. આ ઉપરાંત આ જ વસાહતના મકાન નં.એ-૧૦પ, કે-૩૦૧ અને બી-ર૦૪માં પણ તસ્કરોએ તાળાં તોડીને ચોરી કરી હતી. જો કે આ મકાનના માલિકો બહારગામ હોવાથી તે મકાનમાંથી કેટલી ચોરી થઈ છે તેનો અંદાજ આવી શકયો નહોતો. હાલ તો આ અંગે સે-૭ પોલીસે ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(5:52 pm IST)