Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સુરતના અડાજણ વિસ્તારમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી મહિલા સાથે અશ્લીલ હરકત કરનાર બે યુવતી સહીત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી મહિલાના કપડા ફાડી અશ્લીલ હરકત કરવા ઉપરાંત વાળ ખેંચી માર મારી તું ઘર ખાલી કરીને ચાલી જા નહીં તો મારી નાંખીશું તેવી ધમકી આપનાર બે યુવતી સહિત ત્રણ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. અડાજણ ગામ વિસ્તારમાં રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી મીનલ સોલંકી (ઉ.વ. 40 નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર લાઇવ હોય ત્યારે અજાણ્યા આઇડી પરથી છેલ્લા કેટલાક સમયથી ગાળો આપતા મેસેજ આવી રહ્યા હતા. આ ગાળો તેના પરિચીત ફાલ્ગુની રવિ ગોહિલ, ક્રિષ્ના ઉમેશ ગોહિલ આપી રહ્યા હોવાની શંકા હોવાથી મીનલે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ હતી ત્યારે ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં રવિ ગોહિલ ઘસી આવ્યો હતો અને મીનલના કપડા ફાડી નાંખી અશ્લીલ હરકતો કરી હતી. જેથી મીનલે બુમાબુમ કરતા ફાલ્ગુની રવિ ગોહિલ અને ક્રિષ્ના ઉમેશ ગોહિલ દોડી આવી મીનલના ચારિત્ર્ય અંગે અપશબ્દો ઉચ્ચારી વાળ ખેંચીને મોંઢા પર મુક્કા માર્યા હતા. ઉપરાંત મીનલને અકસ્માતમાં જે પગમાં ઇજા થઇ હતી તેમાં છુટી ટાઇલ્સ મારી દેતી પડી ગઇ હતી. જેથી ફાલ્ગુનીએ મીનલની છાતી પર બેસી જઇ ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મીનલ ફાલ્ગુનીના સકંજામાંથી માંડ માંડ છુટકારો મેળવી ભાગવાનો પ્રયાસ કરતા ક્રિષ્નાએ તું તારા ઘરે એકલી રહે છે, ઘર ખાલી કરીને ચાલી જા, અમારી સાથે મગજમારી કરતી નહીં, કરશે તો મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેથી મીનલ ડરી ગઇ હતી જો કે ઉત્તરાયણના દિવસે પુનઃ ક્રિષ્ના અને ફાલ્ગુનીએ એક પગ તૂટેલો છે અને બીજો પણ તોડી નાંખીશું એવી ધમકી આપતા છેવટે મીનલે ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

(5:57 pm IST)