Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વડોદરા નજીક સેવાસી કેનાલ પાસે બંગલાને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરતા સનસનાટી મચી જવા પામી

વડોદરા:નજીક સેવાસી કેનાલ પાસેના તારક બંગલામાં ત્રાટકેલી લૂંટારૃ ટોળકી બંગલાના માલિકની પત્નીને બંધક બનાવી રોકડ, સોનાના દાગીના સહિતની મત્તા લૂંટતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંગલામાં કામ કરનાર નેપાળી દંપતીએ આ લૂંટને અંજામ આપ્યો હોવાનું મનાય છે.

આ અંગેની વિગત એવી છે કે તારક બંગલોઝમાં રહેતા પ્રકાશભાઇ પટેલની નંદેસરીમાં ફેક્ટરી ે છે. તેઓ બે દિવસ પહેલા સાસરીમાં ગયા હતા જેથી ઘેર તેમના પત્ની અંજનાબેન(ઉ.વ.૫૦) એકલા હતાં. મોડી રાત્રે અંજનાબેન ઊંઘતા હતા ત્યારે બંગલામાં કામ કરતા જગબહાદુર શાહી તેમજ તેની પત્ની લક્ષ્મીએ રાત્રે બે વાગ્યાની આસપાસ સિક્યુરિટિ કર્મચારીને ઘેનવાળી ચા પીવડાવી તેને બેભાન કરી દીધો હતો.

બાદમાં જંગબહાદુર તેના બે સાગરીતોને બહારથી બંગલામાં બોલાવી લાવ્યો હતો અને ઘરમાં ઊંઘતા અંજનાબેનને બાંધી દઇ ઘરમાંથી સોનાના દાગીના તેમજ આશરે ચાર લાખ જેટલી રોકડ અને બંગલામાં પડેલ એક્ટિવા તેમજ એક બાઇક લઇને નેપાળી દંપતી તેમજ તેના બે સાગરીતો ફરાર થઇ ગયા  હતાં. આ અંગેની જાણ જિલ્લા પોલીસને કરાતા પોલીસના માણસો  લૂંટ કરીને ફરાર થઇ ગયેલા દંપતી સહિત ચારેય શખ્સોને ઝડપી પાડવા માટે દોડાદોડી કરી રહ્યા છે.

 

(5:59 pm IST)