Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજપીપળા પો.સ્ટે.ના પી.આઈ.જે.જી.ચૌધરીએ બાઈક ચોરીના વધતા બનાવો અંકુશમાં લેવા બનાવ્યો એક્શન પ્લાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેરમાં વધતા બાઈક ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં સમયાંતરે એલસીબીની ટિમ કેટલાક ચોરોને મુદામાલ સાથે પકડી ચુકી છે છતાં હાલમાં આ ગુના વધુ પ્રમાણમાં પોલીસ ચોપડે નોંધાયા છે 

 રાજપીપળા પોલીસ સ્ટેશનનો હાલમાં જ ચાર્જ સંભાળતા ટાઉન પી.આઈ.જે જી ચૌધરીએ જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચના મુજબ બાઈક ચોરીના બનાવો પર અંકુશ મેળવવા એક્ષન પ્લાન બનાવ્યો છે જેમાં પી.આઈ ચૌધરીના જણાવ્યા મુજબ શહેરના દરેક બહાર જતા પોઇન્ટ ઉપર રાત્રી દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત મૂકી ચારે બાજુ લોક કરવામાં આવશે જેથી કોઈપણ ચોરી ઘટનાને અંજામ આપતા ચોરોને પકડી ગુનાને અંકુશમાં લાવી શકાશે ત્યારે પી.આઈ.ચૌધરીની આ કીમિયો જો સફળ થશે તો ચોરી ના ભયથી ફફળતા બાઈક માલિકોને રાહત મળશે.
 અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પોલીસમાં એલસીબી, એસઓજીમાં કાબીલ પોલીસ અધિકારી છે જેમણે ઘણા ગુનાઓ સફળતા પૂર્વક ડિટેકટ કર્યા છે જેમાં એલસીબી ની ટીમે બાઈક ચોરી ના પણ ગુના ડિટેકટ કરી મુદામાલ પણ રિકવર કર્યો છે જ્યારે એસઓજી ટીમે પણ નાર્કોટીસ એક્ટ સહિતના ગુનાઓ ડિટેકટ કરવામાં સફળતા મેળવી છે.ત્યારે હાલ રાજપીપળા ટાઉનમાં પણ યંગ પોલીસ ઇન્સપેક્ટર મુકાતા બાઈક ચોરી સહિતના ગુનાઓ પર કાબુ મેળવી શકાશે તેમ લાગી રહ્યું છે.

(10:16 pm IST)