Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

28 કરોડના ખર્ચે ઝરવાણીના બની રહેલા રસ્તાની સાંસદ મનસુખભાઇ વસાવાએ મુલાકાત લઈ જરૂરી ધ્યાન દોર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ઝરવાણી તરફ બની રહેલા રસ્તા સહિતના કામોની સાંસદ મનસુખભાઈ વસાવા એ મુલાકાત લીધી હતી

આ તરફ બની રહેલો રસ્તો આ વિસ્તારના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ રસ્તો સાબિત થશે તેમ મનસુખભાઇએ જણાવ્યું હતું,આ રસ્તો બન્યા પછી ડેડીયાપાડાથી ગોરા કેવડીયા તરફ આવનારા લોકોનો રાજપીપળાનો ફેરો ફરવાનો ઓછો થઈ જશે, આ રસ્તાની કામગીરી પણ ખૂબ ઝડપથી ચાલી રહી છે. આ રસ્તો ખૂબ સારો બનશે અને આ રસ્તાની કામગીરી પણ સમય મર્યાદામાં પૂર્ણ થશે. આ રસ્તા બાબતે જ્યાં ધ્યાન દોરવા જેવું હતું એ ધ્યાન સાંસદે દોર્યું હતું આ વિઝીટમાં મનસુખભાઇ સાથે ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણભાઈ તડવી તથા ઝરવાણી ગામના સરપંચ સોમભાઈ વસાવા વગેરે જોડાયા હતા

(10:18 pm IST)