Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સમારીયા ગામ નજીક મોટરસાઈકલ પર લઈ જવાતા 43,000ના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સને પકડતી જિલ્લા LCB,SOG

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સમારીયા ગામની પાસે એલસીબી અને એસઓજી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂનો મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો જ્યારે એક નાશી છૂટ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી અને એસોજી ટીમના માણસો તારીખ 16 જાન્યુઆરીએ રાતે વાહન ચર્કિંગમાં હતા ત્યારે સમારીયા ગામ પાસે નિસાર જ્ઞાની ખરદ(રહે . ગોલવાણી ફળીયુ,તા.સોંઢવા જી.અલીરા જપુર ( એમ.પી )એ પોતાના કબજાની મોટર સાયકલ ઉપર ઇંગલી દારૂના ક્વાટર નંગ -૮૦ કિ.રૂ. ૮,૦૦૦ તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦ તથા મોટર સાયકલ નં . જી.જે . ૦૫ - પીજી -6800 કિ.રૂ .૩૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૪૩,૦૦૦નો વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી વાહન ચેકીંગ દરમ્યાન પકડાઇ ગયો હતો જ્યારે અન્ય એક નવલ નામનો શખ્શ નાસી જઇ ગુનો કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
 આ કેસમાં ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ સુરતના કિમ ખાતેથી 12 જાન્યુઆરીએ ચોરી કરી હોવાનું તથા દારૂ વણઝર ગામમાં આપવાનો હોવાનું પણ પકડાયેલા આરોપીએ પોલીસ પૂછપરછ દરમ્યાન કબુલ્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

(10:27 pm IST)