Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

અમદાવાદ: કોંગ્રેસના ૩ ઉમેદવારોના ફોર્મ રદ કરવાના આદેશને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ: સ્‍થાનીક સ્‍વરાજયની ચૂંટણી દરમિયાન ૩ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના આદેશને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ત્રણ કોંગ્રેસી ઉમેદવારોના નોમિનેશન ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના આદેશને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

અમદાવાદ મહાનગર પાલિકામાંથી કોંગ્રેસના દિનેશ પરમાર અને દેવલબેન રાઠોડ જ્યારે ભાવનગરથી શિલ્પાબેન રાણા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્ક્રુટીની સમયે ચૂંટણી અધિકારી દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાનો ડિટેઇલ લેખિત જવાબ રજૂ કરવા માટે તેમને પૂરતો સમય આપવામાં આવ્યો નહિ.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશમાં રજુઆત કરવામાં આવી હતી કે અરજદારો દ્વારા મૌખિક અને શોર્ટ લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે સ્ક્રુતિની સમયે ચૂંટણી અધિકારી દ્વારા જે વાંધા ઉઠાવવામાં આવ્યા છે, એ નોંધપાત્ર નથી અને તેનાથી રૂલ્સ -7ની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ઠક્કરબાપાનગરથી દિનેશ પરમારનું નોમિનેશન ફોર્મ એટલા માટે ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું કારણ કે ‘તેમના ફોર્મ સાથેનો સોગંદનામું યોગ્ય ફોર્મેટમાં ન હતો. જ્યારે સરદારનગર વોર્ડથી દેવલબેન રાઠોડનો ફોર્મ એટલા માટે રદ કરવામાં આવ્યો કારણ કે ‘ જેમણે તેમને નોમિનેટ કર્યા તેમની જ સહી નોમિશનેશન ફોર્મમાં હતી નહિ.

ભાવનગરના શિલ્પાબા રાણાનો નોમીનેશન ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા એટલા માટે રદ કરવામાં આવ્યો કારણ કે તેમને અપાયેલા મેન્ડેટમાં નામ – શિલ્પાબા જયદેવસિંહ ગોહિલ તરીખે હતું અને શિલ્પાબા જયદેવસિંહ રાણા તરીકે નહિ. જોકે ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસી ઉમેદવારોની ત્રણ પિટિશન ફગાવી દીધી હતી.

(9:56 pm IST)