Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે 8 અપક્ષ ઉમેવારોએ ફોર્મપરત ખેંચી લેતા 115 ઉમેદવારો મેદાનમાં

રાજપીપળા નગરપાલિકામાં 28 બેઠકો સામે ભાજપ 28, કોંગ્રેસ 12, આપ 2 અને BTP 1 અને 72 અપક્ષ ઉમેદવારો મેદાનમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકામાં સદસ્યોની નિમણુંક માટે આગામી 28 તરીકે ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ ચૂંટણીમાં કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 144 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીના દિવસે પ્રાંત સહ ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે નાંદોદ કાર્યાલય ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી હાથ ધરી હતી જેમાં 21 ફોર્મ અમાન્ય થયા હતા જયારે 123 ફોર્મ માન્ય રહેવા પામ્યા હતા.જેમાં 28 ફોર્મ ભારતીય જનતા પક્ષના,12 કોંગ્રેસના, 2 આપના તથા 1 બીટીપીના ઉમેદવારનું માન્ય રહ્યું હતું.બીજે દિવસે ફોર્મ પરત ખેંચવાનું હોય જેમાં 8 જેટલા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ફોર્મ પરત ખેંચ્યા જેથી 115 ઉમેવારો મેદાનમાં જોવા મળશે. 

  ભાજપ જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રી મનીષાબેન ગાંધીએ ભાજપે વોર્ડ -5 માંથી ટિકિટ ન આપતા ભાજપ માં બળવો કરી અપક્ષ ઉમેવારી કરી હતી જોકે વોર્ડ 5 કોંગ્રેસ નો ગઢ હોય ભાજપના મતોના તૂટે એ માટે પાર્ટી દ્વારા મનીષાબેન ગાંધીને સમજાવતા તેઓ માની ગયા અને ફોર્મ પરત ખેંચ્યું છે. એટલે તેનો સીધો ફાયદો ભાજપને થશે.
આ સાથે 144 ઉમેવારોમાં 8 અપક્ષ ઉમેવારોએ પોતાનું ઉમેવારી પત્રક પરત ખેંચી લીધું છે.જેમાં વોર્ડ 1માં જનક ભાઈ મોદી,વોર્ડ -2 માં ચિરાગભાઈ વસાવા,વોર્ડ 3 માં રોશનીબેન કહાર, વિનાયક વસાવા, સન્ની વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ -5 માં મનીષાબેન ગાંધી, અને યોગેશ લીંબચીયા અને વોર્ડ 7 માંથી રણવીરસિંહ શિનોરાએ ફોર્મ પરત ખેંચ્યું છે. આમ હવે રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં 28 બેઠકોમાં ભાજપના 28 ઉમેદવારો, 12 કોંગ્રેસના ઉમેવારો, 2 આપના તથા 1 બીટીપીના ઉમેદવારો મળી 72 અપક્ષ ઉમેવારો સહીત 115 ઉમેવારો મેદાનમાં છે.

(12:28 am IST)