Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કેમિકલ કંપનીના જપ્ત કરેલા દસ્તાવેજો પરત કરવા જીએસટીને હાઈકોર્ટનો આદેશ

જો દસ્તાવેજો પરત થઈ શકે તેમ ન હોય તો સ્પષ્ટ કારણ આપવા નિર્દેશ

અમદાવાદઃ કેમિકલ કંપનીના જપ્તા કરેલા દસ્તાવેજો પરત કરવાનો જીએસટી વિભાગને હાઈકોર્ટે આદેશ કર્યો છે. અરજદાર કંપનીના જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો તેમને પરત કરવા અથવા જો પરત કરી શકાય તેમ ન હોય તો અરજદારને ચોકકસ કારણો પણ જણાવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.

અરજદાર કંપનીએ અરજીમાં રજૂઆત કરી હતી કે તેઓ ડાંઈગ અને કેમિકલના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલા છે. તેઓ રાજસ્થાન અને સુરતમાં જુદા-જુદા એકમો ધરાવે છે. ફેબ્રુઆરી-૨૦૨૦માં તેમના બંને એકમો ખાતે જીએસટી વિભાગે સર્ચ હાથ ધર્યું હતું.

જેમાં સ્ટોક રજિસ્ટર, સેલ એન્ડ પર્ચેઝ ઈનવોઈસ, બિલ, એકાઉન્ટ બુક સહિતના દસ્તાવેજો જપ્ત  કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપનીના ડિરેકટરોને પૂછપરછ માટે સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાંભળી જી.એસ.ટી. વિભાગને આ દસ્તાવેજો પરત કરવાનો આદેશ કર્યો છે અને જો દસ્તાવેજો પરત ન થઈ શકે તેમ હોય તો સ્પષ્ટ કારણ આપવા આદેશ કર્યો છે.

(12:51 pm IST)