Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કાલે ફોર્મ ભરશે રામભાઇ-દિનેશભાઇ

વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે અને બિનહરીફ ચૂંટાઇ આવશે : સંખ્યાબળ ૮ થશે : કોંગ્રેસ પાસે ૩

રાજકોટ, તા. ૧૮ : રાજયસભાના બે સદસ્યો શ્રી અભયભાઇ ભારદ્વાજ અને શ્રી અહેમદભાઇ પટેલના નિધનથી ખાલી પડેલ બે બેઠકો માટે ભાજપના ઉમેદવારો મારૂતિ કુરિયરના રામભાઇ મોકરિયા અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઇ પ્રજાપતિ આવતીકાલે ૧ર.૩૦ ના વિજયમૂહુર્તમાં ફોર્મ ભરવાના છે.

ભાજપના આ બન્ને ઉમેદવારો સામે કોંગ્રેસે કોઇ સત્તાવાર ઉમેદવાર ઉભા નહિ રાખવાનું જાહેર કર્યુ હોય બન્ને ઉમેદવારો બીનહરીફ જાહેર થઇ જશે. રામભાઇનો કાર્યકાળ પ વર્ષનો  રહેશે જયારે દિનેશભાઇનો કાર્યકાળ રાા વર્ષનો રહેશે.

૧૧ રાજયસભાની બેઠકોમાંથી ભાજપ પાસે ૬ અને કોંગ્રેસ પાસે અત્યારે ૩ બેઠકો (શકિતસિંહ ગોહિલ, અલ્કાબેન યાજ્ઞિક અને નારણભાઇ રાઠવા) છે. આ બે બેઠકો મળશે એટલે ભાજપ પાસે રાજયસભાની ૮ (પુરૂષોતમભાઇ રૂપાલા, ડો. જયશંકર, રસીલાબેન બારા, મનસુખભાઇ માંડવીયા નરહરીભાઇ અમીન, જુગલજીભાઇ ઠાકોર અને વધુ ર સભ્યોમાં રામભાઇ મોકરિયા ત્થા દિનેશભાઇ પ્રજાપતિ) બેઠકો થશે અને કોંગ્રેસ પાસે માત્ર ૩ બેઠકોનું સંખ્યાબળ રહેશે.

(3:57 pm IST)